
રાજ્ય સરકારની વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક,સામાજિક અને આત્મનિર્ભર બનાવવા માટે સહાય આપે છે. આ યોજના દ્વારા તેમને નિયમિત આર્થિક સહાય તેમજ પુનઃસ્થાપન માટે તાલીમ અને સાધન સહાય આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપ યોજના માટેની પાત્રતા :
લાભાર્થી વિધવા મહિલા હોવી જોઈએ.
સામાન્ય રીતે ઉંમર 18 થી 64 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
લાભાર્થીનું bank account active અને Aadhaar-linked હોવું જોઈએ.
21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કમાઉ પુત્ર ન હોવો જોઈએ.
જો 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર અસ્થિર મગજનો હોય અથવા 75% કે તેથી વધુ વિકલાંગ તથા બિનકમાઉ હોય તો પાત્રતા રહેશે.
લાભાર્થી ની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોવી જોઈએ.
કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઈએ.
લાભાર્થી ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
મળવાપાત્ર લાભ :
- લાભાર્થીને માસિક રૂ. 1250/- ની આર્થિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે જમા કરવામાં આવે છે.
- 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓ માટે સ્વરોજગારની તાલીમ લેવી ફરજિયાત છે.
- તાલીમ પૂર્ણ કર્યા બાદ નિયમ મુજબ સાધન સહાય અથવા રોજગારી માટે લોન આપવામાં આવે છે.
- 40 થી 64 વર્ષની ઉંમરની વિધવાઓને, અન્ય નિયમો મુજબ પાત્રતા ધરાવતા હોય તો, 64 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા વિના પેન્શન મંજૂર કરવામાં આવે છે.
- તા. 01-04-2008 થી યોજનાના તમામ લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000/- નું વીમા કવચ ઉપલબ્ધ છે.
અરજી કરવાની સમય મર્યાદા :
ખાસ કિસ્સામાં, બે વર્ષ બાદની અરજી કલેક્ટરશ્રી દ્વારા મંજૂર થઈ શકે છે.
પતિના અવસાનની તારીખથી બે વર્ષમાં અરજી કરવી ફરજિયાત છે.
અરજી સાથે જરૂરી દસ્તાવેજો :
- અરજીપત્રક (પ્રાંત કચેરી / કલેક્ટર કચેરી / જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીથી વિનામૂલ્યે મળશે)
- પતિના મરણનો દાખલો
- આવકનો દાખલો
- જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો
- બાળકોની ઉંમરના પુરાવા
- વિકલાંગ અથવા અસ્થિર મગજના બિનકમાઉ પુત્ર માટે મેડિકલ પ્રમાણપત્ર અથવા વિકલાંગ ઓળખકાર્ડની નકલ
અરજી કરવાની પ્રક્રિયા (Online Application Process)
Step–1:
અરજદારે સૌપ્રથમ Digital Gujarat પોર્ટલ www.digitalgujarat.gov.in ખોલી પોતાના Digital Gujarat લોગિન એકાઉન્ટમાં પ્રવેશ કરવાનો રહેશે. નવા અરજદારે મોબાઇલ નંબર તથા આધાર ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી પૂર્ણ કરવાની રહેશે.
Step–2:
લોગિન કર્યા બાદ પોર્ટલના Services વિભાગમાં જઈ “Social Security Schemes” વિકલ્પ પસંદ કરવો રહેશે. ત્યારબાદ વિધવા સહાય યોજના (Vidhva Sahay Yojana) પસંદ કરી “Apply Online” પર ક્લિક કરીને અરજી પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
Step–3:
અરજી ફોર્મ ખુલ્યા બાદ અરજદારે પોતાની વ્યક્તિગત વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઇલ નંબર તથા કુટુંબ સંબંધિત વિગતો સાચી રીતે ભરવાની રહેશે. ત્યારબાદ પતિ સંબંધિત વિગતો તથા મૃત્યુ તારીખની માહિતી દાખલ કરવાની રહેશે.
Step–4:
ત્યારબાદ અરજદારે આવક સંબંધિત માહિતી, ઘરગથ્થુ વિગતો તેમજ બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે. જેમાં ખાતા નંબર, IFSC કોડ તથા બેંક શાખાનું નામ દાખલ કરવું જરૂરી છે. બેંક ખાતું અરજદારના નામે અને DBT (Direct Benefit Transfer) માટે માન્ય હોવું જરૂરી છે.
Step–5:
ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે. જેમાં આધાર કાર્ડ, પતિના મૃત્યુનો દાખલો, રહેઠાણ દાખલો , આવકનો દાખલો, બેંક પાસબુક તથા પાસપોર્ટ સાઇઝ ફોટો JPG અથવા PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
Step–6:
બધી માહિતી યોગ્ય રીતે ચકાસ્યા બાદ અરજદારે Final Submit કરવું રહેશે. અરજી સબમિટ થયા બાદ એક અરજી નંબર (Application Number) જનરેટ થશે, જે ભવિષ્યમાં અરજીની સ્થિતિ તપાસવા માટે સાચવી રાખવો જરૂરી છે.
Step–7:
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારે ફોર્મની પ્રિન્ટઆઉટ લઇ સંબંધિત મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્ર ખાતે હાર્ડ કોપી તથા દસ્તાવેજોની ચકાસણી માટે રજૂ કરવો રહેશે. ચકાસણી પૂર્ણ થયા બાદ અરજી મંજૂર કરવામાં આવશે.
અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી ?
અરજદારે Digital Gujarat પોર્ટલમાં લોગિન કરીને “Service Requests” વિભાગમાં જઈ પોતાનો અરજી નંબર દાખલ કરવાનો રહેશે. ત્યાં અરજીની સ્થિતિ Under Process, Approved, Pending for Verification અથવા Rejected તરીકે દર્શાવવામાં આવશે. જો કોઈ વધારાના દસ્તાવેજો અથવા સ્પષ્ટીકરણ જરૂરી હશે તો તેની જાણ પણ ત્યાં કરવામાં આવશે.