
આ યોજનાનો મુખ્ય આશય નિરાધાર અને અનાથ બાળકોને કૌટુમ્બિક વાતાવરણમાં ઉછેર કરવા માટે આર્થિક સહાય પૂરી પાડાવાનો છે.
મુખ્ય બાબતો :
આર્થિક સહાય : બાળકનો ઉછેર કરવા માટે અને શિક્ષણ માટે દર મહિને રૂ.3000/- ની સહાય બાળકની 18 વર્ષની ઉમર સુધી આપવામાં આવે છે.
લગ્ન સહાય : આ યોજનાનો લાભ લેતી દીકરીઓને 18 વર્ષ પૂરા થયા બાદ લગ્ન વખતે સરકાર તરફથી રૂ.2,00,000/- અંકે રૂપિયા બે લાખની સહાય મળવાપાત્ર છે.
આ યોજનાનો લાભ કોને મળી શકે ? :
0 થી 18 વર્ષના વી જૂથના બાળકોનો સમાવેશ થાય છે.
3 થી 6 વર્ષની ઉમરના બાળકો આંગણવાડીના લાભાર્થી હોવા જોઈએ
6 વર્ષથી ઉપરની ઉમરના બાળકો ફરજિયાત શાળાનું શિક્ષણ મેળવતા હોવા જોઈએ.
પાલક માતાપિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.27000/- અને શહેરી વિસ્તારમાં રૂ.36000/- થી વધુ ન હોવી જોઈએ.
નીચે મુજબના પ્રમાણિત કરેલા પુરાવા રજૂ કરવા રહેશે :
નિયત કરેલ અરજી પત્રક
બાળકનો અને પાલકવાલીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
બાળકના જન્મ પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ
બાળકના માતા-પિતા અથવા પિતાના મૃત્યુ પ્રમાણપત્રની નકલ
બાળકના માતા અથવા પિતાના પુનઃ લગ્નના પ્રમાણપત્રની નકલ અથવા તલાટી કમ મંત્રી દ્વારા આપેલ પંચનામું (જેમાં પુનઃ લગ્ન નું સ્થળ ,નામ અને તારીખ હોવી જરૂરી છે)
પાલક માતા-પિતાનો આવકનો દાખલો
બાળકના શાળામાં અભ્યાસ અંગેનું આચાર્યશ્રીનું પ્રમાણપત્ર
આંગણવાડીમાં જતાં બાળકો માટે પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર
બાળકના આધારકાર્ડની નકલ
જો બાળકની ઉમર 10 વર્ષ કરતાં નાની હોય તો બાળક અથવા પાલક માતા-પિતાના બેન્ક પાસબૂકની નકલ અને જો બાળકની ઉમર 10 વર્ષ કરતાં વધુ હોય તો બાળકની પાસબૂકની નકલ
પાલક માતા પિતાનો રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ
બે સાક્ષીઓના આધારકાર્ડની નકલ
બાળ લગ્ન પ્રતિબંધ જાગૃતિ :

છોકરીની 18 વર્ષ અને છોકરાની 21 વર્ષથી ઓછી ઉમર હોય તો તેને બાળલગ્ન ગણવામાં આવે છે.
સજા : બાળ લગ્ન કરવા એ બિન જામીનપાત્ર ગુનો છે. તેમાં 2 વર્ષ સુધીની કેદ અથવા રૂ.1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
પગલાં : લગ્ન કરનાર યુવક (જો પુખ્ત વયનો હોય તો ),લગ્ન કરાવનાર માં-બાપ ,સગા સબંધીઓ અને લગ્નમાં હાજર રહેલ લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
આપ શું કરી શકો ?
જો તમારી આસપાસ બાળલગ્ન થતાં હોય તો નીચેના માધ્યમો દ્વારા જાણ કરી શકો છો અને અટકાવી શકો છો.
- ચાઇલ્ડ હેલ્પલાઈન નંબર 1098 પર કોલ કરી શકો છો
- સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો.
- જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી શકો છો. અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો.