Mukhya Mantri Gyan Sadhana Merit Scholarship Yojana

હેતુ :

રાજ્યના પ્રતિભાશાળી બાળકોને મેરીટના આધારે પ્રોત્સાહન રૂપે તથા તેઓનો અભ્યાસ સતત ઉચ્ચ સ્તરે ચાલુ રહે તે માટે નાણાકીય સહાય પૂરી પાડવી.

લાયકાત:

વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8 સુધીનો સરકારી શાળા / ગ્રાન્ટેડ શાળા અથવા RTE હેઠળ ખાનગી શાળામાં દાખલ થઈ અભ્યાસ કરેલ હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા :

CGSMS (Chief Minister Gyan Sadhana Merit Scholarship) પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ મેરીટ લિસ્ટમાં આવેલા 25,000 વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.

કયા ધોરણમાં પ્રવેશ મળે છે?

મેરીટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ પછીથી યોજનાનો લાભ શરૂ થાય છે

સ્કોલરશીપ :

જો બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરે તો

ધોરણ 9 – 10 માં ₹22,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 – 12 માં ₹25,000 પ્રતિ વર્ષ

જો બાળક સરકારી / ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે તો

ધોરણ 9 – 10 માં ₹6,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 – 12 માં ₹7,000 પ્રતિ વર્ષ

અરજી કરવાની પ્રક્રિયા :

અરજી શિક્ષણ વિભાગની સતાવાર વેબસાઇટ પર કરવાની હોય છે.

અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી admit card ઉપલબ્ધ થાય છે

નક્કી કરેલ તારીખે પરીક્ષા આપવી પડે છે.

પરીક્ષાના પરિણામને આધારે રાજ્યસ્તરીય મેરીટ લિસ્ટ જાહેર થાય છે.

મેરીટમાં આવેલ 25000 બાળકો યોજનામાં પસંદ થાય છે.

પસંદ થયેલ બાળકોના આધારકાર્ડ,બેન્ક પાસબૂક ,શાળા સર્ટીફિકેટ ,અભ્યાસનું પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજોની ચકાસણી થાય છે.

ચકાસણી પછી સ્કોલરશીપની રકમ DBT (Direct Benefit Transfer) મારફત વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાની શાળાની ખાતરી બાદ રકમ મળવાપાત્ર છે.

Leave a Comment