
ઉદ્દેશ્ય :
રાજ્યના પ્રતિભાશાળી તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણના આધારે સ્કોલરશીપ આપીને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા.
હાલ કયા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઈએ ?
ધોરણ 5
લાયકાત :
- બાળકે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં કરેલો હોવો જોઈએ
- બાળકે ધોરણ 5 પછી ધોરણ 6 માં પ્રવેશ લીધેલો હોવો જોઈએ
- બાળક CET (Common Entrance Test) માં ભાગ લઈ રાજ્ય મેરીટ લીસ્ટમાં હોવું જોઈએ
- મેરીટમાં આવેલ 30,000 બાળકોને આ યોજનાના લાભો મળશે.
કયા ધોરણમાં પ્રવેશ મળે?
ધોરણ 6
લાભાર્થીઓને મળતા લાભો :
ખાનગી શાળા –
ધોરણ 6 થી 8 ₹20,000 પ્રતિ વર્ષ
ધોરણ 9 થી 10 ₹22,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 થી 12 ₹25,000 પ્રતિ વર્ષ
સરકારી / ગ્રાન્ટેડ શાળા
ધોરણ 6 થી 8 ₹5,000 પ્રતિ વર્ષ
ધોરણ 9 થી 10 ₹6,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 થી 12 ₹7,000 પ્રતિ વર્ષ
અરજી કરવાની પ્રક્રિયા :
- શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- CET પરીક્ષા પાસ કર્યા પછી મેરીટ આધારે પસંદગી કરવામાં આવે છે.
- પસંદ થયેલા બાળકોને મળવાપાત્ર રકમ બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે.
મહત્વના મુદ્દા :
- બાળકની CET પરીક્ષા ધોરણ 5 પછી લેવામાં આવે છે.
- પસંદગી પામેલ બાળકોને ધોરણ 6માં પ્રવેશ વખતે યોજનાનો લાભ મળવાનો શરૂ થાય છે.
- લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ અભ્યાસ સતત ચાલુ રાખવો જરૂરી છે.